About Me

My photo
Curious, philosopher, poet, blogger, Biker, writer, Engineer by mistake, Student at a B School by choice, Entrepreneur , history lover, want to explore world, meet new people, learn cultures but ultimately (an average Indian who ll settle for IT company, packages, a beautiful family and will curse Indian cricket and politics throughout the life).... only if what I dream come true :). I hope I ll aspire you by my blog.
The great beauty of Poetry is, that it makes every thing every place interesting - '
John Keats

Wednesday 27 March 2013

અભિમાન 10 વેતનું

                                 અભિમાન  10 વેતનું 


Festivals and life and love and enjoyment and friendship and enmity and money and all sort of things are just a myth. People celebrate festivals but they don't know its real importance. People want to go out and enjoy but they don't know the reason.World is full of fake things and grumpy, proud people.

અભિમાન અભિમાન અભિમાન ...

આ એજ અભિમાન જેણે રાવણ,કંસ ,હિરણ્યકશ્યપ ,દુર્યોધન ,દુશાષણ,વગેરે  બધા ને હરાવ્યા . પૈસા  અને સોના  અને સંપતિ પાછળ ઘેલો આજનો માનવી એટલો ખરાબ થઇ ગયો છે કે એ ભૂલી જાય છે કે એ જે કર્મ  કરશે એવાજ એને  ફળ મળશે ....

Ego : The ego goes with so many words egoist, egotist , egomaniac , etc but all are the reasons of destruction of a person. People are proud of their deeds. They feel that they are the only one knowledgeable here and they live their whole life in egoism.

MY NEXT POEM IS ABOUT SUCH A PERSON WHO WASTES HIS LIFE IN EARNING MONEY AND IN HIS OWN EGO ....પોતાના અભિમાનમાં જીવતો આ માણસ ખુબજ દુખી થાય  તો પણ એનું અભિમાન ના  ઘટે ..

1)માણસ જન્મે એટલે ગામમાં જલેબી અથવા પેંડા વેહ્ચાય . માં બાપ, દાદા - દાદી , કાકા - કાકી , બધા ઉત્સવ મનાવે અને આ  જોઈ ને પેલા 2 દિવસના બાળકને વિચાર આવે ,"કે સાલું મારું કંઈક  મહત્વ લાગે છે બાકી આ બધા લોકો આટલા તો ઉત્સવ ના મનાવે "અને એનું અભિમાન ત્યારેજ વધી જાય .

2)8 વરસ ની ઉમર પર જયારે માં બાપ પુત્રની બધી ઈચ્છા પૂરી કરેને એટલે પેલા 8 વરસના બાળકના મનમાં હુંકાર  ચાલુ થાય . માં બાપ  બધી માંગ પૂરી કરે એટલે એનું અભિમાન 2 વેતનું  થઇ જાય .

3)16 વરસનો યૌવન થાય એટલે દોસ્તારોમાં  શેખીયો મારવા રૂપિયાનું વહેણ કરે અને એમાં પણ પોતાને મહાન ગણે .આમ એનું અભિમાન  વધતું જાય .

4) 20 વરસની ઉમરે ધંધે ચડે એટલે પછી તો છોકરો ગયો હાથ માંથી . બુદ્ધિજીવી બાપને ડફોળ ગણે અને પોતાને  સર્વબુદ્ધિમાન . વળી પાછુ ઘરમાં હવે તો પોતેજ કમાવનાર એટલે હું કંઈક છું ની ભાવનામાં એ બધાનો અનાદર કરતો ફરે  .

5) સંસારમાં પ્રભુતા પગલા ભરે એટલે કેવો પુત્ર અને ક્યાંનો પુત્ર . કોણ બાપ અને કોણ માં ? હવે તો હું અને મારી પત્ની અને અમારું સુખી સંસાર . અમે ખુબ સુખી અને સુંદર જીવન જીવીએ . એમ કરતા કરતા 5 વેતનું વધી જાય  અભિમાન માનવી નું .

6)ઘરમાં પુત્રનો જનમ થાય એટલે પાછુ એજ સોનાનું પારણું  સજાવવામાં આવે  અને  ઉલ્લાસ મના વામાં આવે , પણ એ માણસને  જ્ઞાન ના હોઈ કે આગળ શાંત નીર ખાઈ માં ધરી પડશે અને એ પણ એજ મુસીબતનો સામનો કરશે જે એના પિતાએ કરેલી .

7)આધેડ ઉમરનો થાય  અને પુત્ર મોટો થાય  એટલે બધા સામે પુત્રની ઠેકરી ઉડાડે કારણકે એ અભિમાની એવોકે પુત્રને પણ હરોળમાં રાખે .

8)બધા એને છોડીને જતા રહે સિવાય 2 જણ 1) એનું અભિમાન 2) પત્ની
પણ એ ઐશ્વર્યા અને પૈસા નો ભૂખ્યો એવો કે એણે  પત્ની ને ક્યારેય મહત્વજ  ના આપ્યું . આમ પત્નીને મોતી આપે પણ એ પણ એનાજ આંસુના ....

9) રહી ગયો એકલો હવે અને બની ગયો વિદુર કોઈએ એ . કમર ઝુકેલી હોઈ છે અને તો પણ સિંહાસન પર બેઠો એ . બાજુ માં 4 ફૂટ ની સોનાની લાકડી પડી હોઈ જે એન ટેકો આપે અને એ લાલચીને સોનાની લાકડી નું અભિમાન .

10) મૌત થઇ એની જયારે ત્યારે એને યાદ કરવા કોઈ ના હોઈ . માત્ર કાન્ધો  આપનાર આવે અને રાખે એના પાર્થિવ શરીરને ચંદનની લાકડી પર . સ્વર્ગ સીધાવવાનું એને દુખ નહીં પણ પેલી ચંદનના લાકડાઓનું એને 10 વેતનું અભિમાન ......:)





    અભિમાન  10 વેતનું 


10 વેતનું અભિમાન તારું
10 વેતનું અભિમાન ..

પગ પસાર્યા તે આ દુનિયામાં જયારે ,

સોનાનું  પારણું  સજાવ્યું ત્યારે ,
તારા પરિવારની સમજ કે તું છે ભેટ ,
અને વધ્યું તારું અભિમાન 1 વેત .

ઉમર થઇ 8ની તારી ,

સોનાથી તોલવાની  હતી વારી  ,
વધ્યું તારું અભિમાન નાની ઉમરે ,
આમ 1 અને 1 પહોંચ્યો તું  2 વેતે .

3 વેત નું થયું તારું અભિમાન ત્યારે ,

ઉમર 16 વરસની થઇ તારી જયારે ,
દુનિયાભરના નબીરાઓની સજાવી મહેફિલ ,
અને રૂપિયાના રોફે ગુમાવી તારી તેહઝીબ .

ભાઈ 10 વેત નું અભિમાન તારું , 10 વેતનું અભિમાન।।


ઉમર થઇ 20 ની તારી ,

ધંધે ચડવાની હતી તારી વારી , 
વધ્યું પાછુ તારું અભિમાન ,
કમાન માંથી છૂટી  ગયું હતું બાણ 

24 વરસનો યુવાન રૂપાળો તું ,

લગ્ન માટે હસતો  હરખાતો તું ,
લગન કરી કરતો ફરતો ગુમાન,
મોટાઓ નું  ન રાખતો તું માન .

અભિમાન તને પુત્રનું 6 વેતનું ,

અને  સજાવ્યું  તે એજ પારણું  સોનાનું,
પણ જોજે કિસ્મત નો એ ખેલ  
આગળ  નીરની ખાઈ સાથે હતી મેળ .

10 વેતનું અભિમાન તારું , 10 વેતનું અભિમાન ..


પૈસા ઐશવર્યા  પાછળ ઘેલો  તું ,

પરિવાર ને ભૂલતો થયો તું ,
 પુત્રને  બેઇઝત્ત  કરતો તું 
અને હુંકાર કરતો તું 

8 વેત નું એવુંતો તારું અભિમાન ,

કે રહ્યું ના કોઈ ગાનાર તારું ગાન .
રહી  ગઈ  1 તારી પત્ની તારી પાસે 
પણ કુબેરનો ભૂખ્યો તું  એને પણ રડાવતો મોતીના આંસુએ .

રહી ગયો વિદુર એકલો કોઈ તું ,

અને બેઠો સોનાના  સિંહાસન  પર  તું ,
ઝુકેલી કમરને ટેકો આપતી તને સોનાની લાકડી,
અને તને તારી એ લાકડીનું  9 વેત નું અભિમાન , 9 વેતનું અભિમાન 

સ્વર્ગે  સીધાવ્યો  તું કોઈ કાળે ,

અને રાખ્યું તારું પાર્થિવ શરીર ચંદનની લાકડી પર ,
તને કાંધો આપતા માત્ર માણસ ચાર ,
પણ તને ચંદનની લાકડી નું 10 વેત નું અભિમાન ...
ચંદનની લાકડીનું 10 વેત નું અભિમાન 

ASPIRING FINDER 
PARTH SANGHANI